Wednesday, February 11, 2026

હવે થોડું હસો 😊

નમ્ર છોકરો:
એક વાર એક ડોશી બસમાં ચઢી. બસમાં ભારે ગર્દી જોઈને તે ઊભી રહી. તેને જોઈને એક છોકરો નમ્રતાપૂર્વક ઊભો થયો અને ડોશીને કહ્યું,
“બેસો, ડોશીબા.”
પણ ડોશીએ કહ્યું,
“બેસ રે છોકરા, બેસી જા,”
અને છોકરાને જ બેસાડી દીધો.
આવું ચાર–પાંચ વાર બન્યું. અંતે છોકરો ચિડાઈ ગયો અને ડોશીને બોલ્યો,
“શું ડોશીબા, તમે મને મારા ઘરે જવા દેશો કે નહીં? કારણ કે મારા સ્ટોપ બાદ ત્રણ–ચાર સ્ટોપ પસાર થઈ ગયા છે, પરંતુ તમે મને ઉતરવા જ દેતા નથી!”
હોશિયાર દીકરો:
એક વાર એક પતિએ છાપું વાંચતા વાંચતા પત્ની ને કહ્યું,,"અરે સાંભળો છો? અહીં એક નવા સંશોધન વિશે લખ્યું છે. આ સંશોધન પ્રમાણે જે પિતા હોશિયાર હોય, તેનો દીકરો મૂર્ખ નીકળે છે અને જે પિતા મૂર્ખ હોય, તેનો દીકરો હોશિયાર નીકળે છે."
"ચાલો, એક વાત તો પાક્કી થઈ," પત્નીએ કહ્યું.
"શું વાત?" પતિએ પૂછ્યું.
"આપણો મોંટી હોશિયાર નીકળવાનો છે," પત્નીએ જવાબ આપ્યો.

બે રાષ્ટ્રો વચ્ચે લડાઇ:
ગંપૂ અભ્યાસ કરતો હતો. તેણે પપ્પાને પૂછ્યું,
“પપ્પા, બે રાષ્ટ્રો વચ્ચે લડાઈ કેવી રીતે શરૂ થાય છે?”
પપ્પાએ કહ્યું,
“માની લો કે ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે કોઈ મતભેદ થાય…”
મમ્મી વચ્ચે બોલી ઊઠી,
“પણ ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે કોઈ મતભેદ નથી!”
પપ્પા: “અરે, હું તો ફક્ત ઉદાહરણ આપી રહ્યો છું.”
મમ્મી: “તમે ખોટું ઉદાહરણ આપી મારા દીકરાને ભ્રમિત કરો છો.”
પપ્પા: “આમાં કોઈ ભ્રમ નથી. તું જરા ચુપ રહી શકતી નથી?”
મમ્મી: “હું ગલત વાત પર ચુપ નહીં બેસું!”
ગંપૂ બોલ્યો,
“મમ્મી, પપ્પા, બસ કરો! હવે મને સારી રીતે સમજાઈ ગયું કે બે રાષ્ટ્રો વચ્ચે ઝગડો કેવી રીતે શરૂ થાય છે.”
દારૂના દુષ્પરિણામો:
એક વખત એક શિક્ષક વર્ગમાં “દારૂના દુષ્પરિણામો” વિષય પર પાઠ સમજાવી રહ્યા હતા. તેમને પ્રયોગ દ્વારા શીખવવાની પદ્ધતિ પર ખાસ વિશ્વાસ હતો.
તેથી તેમણે ટેબલ પર કાચના બે ગ્લાસ મૂક્યા — એક ગ્લાસમાં સાદું પાણી હતું અને બીજા ગ્લાસમાં દારૂ હતો.
પછી શિક્ષકે બે કીડા લીધા. એક કીડાને પાણી ભરેલા ગ્લાસમાં અને બીજા કીડાને દારૂ ભરેલા ગ્લાસમાં નાખ્યા.
પાણીના ગ્લાસમાં નાખેલો કીડો આરામથી પાણીમાં તરતો રહ્યો, પરંતુ દારૂના ગ્લાસમાં નાખેલો કીડો તડફડાયો અને થોડા જ સમયમાં મરીને નીચે તળીયે બેસી ગયો.
ત્યાર બાદ શિક્ષકે ગણુને પૂછ્યું,
“ગણુ, આમાંથી આપણે શું શીખ મેળવીએ?”
ગણુએ તરત જ જવાબ આપ્યો,
“ગુરૂજી, આમાંથી તો એ શીખ મળે છે કે પેટમાં રહેતા કીડા મારવા દારૂ પીવી ખૂબ જ જરૂરી છે!”

મૂર્ખ કોણ?
એક વખત બે પિતાઓ તેમના દીકરાઓ કેટલા મૂર્ખ છે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા.
પહેલા પિતાએ કહ્યું,
“તે દિવસે મેં મારા દીકરાને એક રૂપિયો આપ્યો અને કહ્યું — ‘જા, બજારમાં જઈને એક ટીવી લઈ આવ.’
અને તે મૂર્ખ ખરેખર બજાર ગયો!”
બીજા પિતાએ કહ્યું,
“આ તો કાંઈ જ નથી. તે દિવસે મેં મારા દીકરાને કહ્યું — ‘જા, પેલા ઓરડામાં જઈને જોઈ આવ કે હું ત્યાં છું કે નહીં.’
અને તે બેવકૂફ ખરેખર જોવા ગયો!”
એ જ સમયે, તે બંને છોકરાઓ પણ તેમના પિતાઓ વિશે વાત કરી રહ્યા હતા.
એક છોકરાએ કહ્યું,
“મારા પપ્પાને પૂરું કામ સમજાવવાની આદત જ નથી. તે દિવસે મને એક રૂપિયો આપીને બજારમાંથી ટીવી લાવવા કહ્યું, પણ સોની કે સેમસંગ — કયું મોડેલ લાવવું તે કહ્યું જ નહીં!”
બીજો છોકરો બોલ્યો,
“મારા પપ્પાને પોતે કામ કરવાની આદત જ નથી. તે દિવસે મને કહ્યું — ‘જા, પેલા ઓરડામાં જઈને જોઈ આવ કે હું ત્યાં છું કે નહીં.’
પણ અમારા ઘરે દરેક ઓરડામાં ટેલિફોન છે! ફોન કરીને પૂછી શકતા ન હતા?”

જીવનમાં ચઢાવ-ઉતાર:
એક વાર બે મિત્રો ઘણા દિવસો પછી મળ્યા.
મિત્ર ૧: કેમ છો ભાઈ? જીવન કેવું ચાલી રહ્યું છે?
મિત્ર ૨: ઠીક છું. જીવન છે તો ચઢાવ-ઉતાર તો આવશે જ.
મિત્ર ૧: કેમ? શું થયું?
મિત્ર ૨: મારા પિતાજી ગુજરી ગયા.
મિત્ર ૧: અરેરે! બહુ ખરાબ થયું.
મિત્ર ૨: પણ તેમણે મારા માટે ઘણી મિલકત છોડી હતી.
મિત્ર ૧: બહુ સારું.
મિત્ર ૨: પણ એ મિલકતને આગ લાગી અને બધું બળી ગયું.
મિત્ર ૧: બહુ ખરાબ.
મિત્ર ૨: પણ મિલકતનો વીમો કરાવ્યો હતો.
મિત્ર ૧: બહુ સારું.
મિત્ર ૨: પણ આગની ખબર સાંભળીને વીમા કંપનીના મેનેજરને હાર્ટ એટેક આવ્યો અને તે મરી ગયો.
મિત્ર ૧: બહુ ખરાબ.
મિત્ર ૨: પણ મેં તેની વિધવા પત્ની સાથે લગ્ન કરી લીધા.
મિત્ર ૧: બહુ સારું.
મિત્ર ૨: પણ તે સ્વભાવથી ખૂબ જ ખરાબ છે અને વાતે વાતે ઝગડો કરે છે.
મિત્ર ૧: બહુ ખરાબ.
મિત્ર ૨: પણ તેના પાસે ઘણાં પૈસા છે.
મિત્ર ૧: બહુ સારું.
મિત્ર ૨: પણ એક દિવસ ઝગડામાં તેણે ઘરને આગ લગાવી દીધી.
મિત્ર ૧: બહુ ખરાબ.
મિત્ર ૨: પણ એ આગમાં તે પોતે જ બળી ગઈ.

છોકરાની પ્રગતિ:

એક વાર એક શાળા નિરીક્ષક તપાસ માટે એક શાળામાં આવ્યા.
તેઓ એક વર્ગમાં બેસીને શિક્ષક સાથે વાતચીત કરી રહ્યા હતા. વાત કરતાં કરતાં તેમણે શિક્ષકને પૂછ્યું:
“તમારા વિદ્યાર્થીઓની પ્રગતિ વિશે તમારું શું મત છે?”
શિક્ષકે જવાબ આપ્યો:
“તેમની ઉંમર પ્રમાણે તેમની બહુ સારી પ્રગતિ છે. તેમનો બુદ્ધિઆંક પણ ઘણો ઊંચો છે.”
નિરીક્ષકે એક છોકરાને બોલાવ્યો અને પૂછ્યું:
“બેટા, કહો — એક અને એક કેટલા?”
“ત્રણ.”
“જોયું ને? તેની ઉંમર પ્રમાણે તેનો જવાબ તો સાચા જવાબ સાથે ઘણો મેળ ખાય છે!” શિક્ષકે ગર્વથી ફૂલાઈને કહ્યું.

શિવધનુષ્ય કોણે તોડ્યું?:

એક વાર એક શાળા નિરીક્ષક શાળાની તપાસ કરવા આવ્યા. તેઓ એક વર્ગમાં ગયા અને એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો:
“બેટા, બતાવો — શિવધનુષ્ય કોણે તોડ્યું?”
છોકરો બહુ ગભરાઈ ગયો અને તરત જ બોલ્યો:
“મેં નહીં તોડ્યું!”
આ જવાબ સાંભળીને નિરીક્ષકને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે વર્ગશિક્ષકને આ વાત જણાવી.
વર્ગશિક્ષકે શાંતિથી જવાબ આપ્યો:
“સાહેબ, એ છોકરો સાચું બોલે છે. આવું કામ તે ક્યારેય નહીં કરે.”
હવે નિરીક્ષકનો ગુસ્સો વધ્યો. તેઓ સીધા હેડમાસ્ટર પાસે ગયા અને આખી ઘટના કહી.
હેડમાસ્ટરે શાંતિથી વાત સાંભળી અને કહ્યું:
“અમારી શાળાનો નિયમ છે કે કોઈપણ વિદ્યાર્થીએ શાળામાં કીમતી વસ્તુ લાવવી નહીં. છતાં જો કોઈ કીમતી વસ્તુ લાવવામાં આવી હોય અને તે તૂટી જાય, તો તેની જવાબદારી શાળા લેતી નથી.”

સાન્ત્વન:
એક માણસને બે છોકરાઓ હતા. બન્ને મૂર્ખ હતા, અને એ માણસને તેની જાણ હતી.
એક વાર તેના એક સગા ગુજરી ગયા. સાન્ત્વન કરવા જવું જરૂરી હતું, પરંતુ માણસની તબિયત સારી નહોતી. તેથી તેણે બન્ને છોકરાઓને બોલાવીને કહ્યું:
“તમે બન્ને સાન્ત્વન કરવા જઈ આવો.”
છોકરાઓ બોલ્યા:
“પિતાજી, અમે જરૂર જઈશું. પરંતુ અમે ક્યારેય સાન્ત્વન કરવા ગયા નથી. તો શું બોલવું, તે અમને શીખવાડો.”
પિતાએ સમજાવ્યું:
“ત્યાં આજુબાજુના લોકો શું બોલે છે તે સાંભળજો અને તે પ્રમાણે બોલજો.”
છોકરાઓએ કહ્યું:
“તમે ચિંતા ન કરો. અમે સારી રીતે સાન્ત્વન કરી આવશું. તમે આરામ કરો.”
બન્ને ભાઈઓ નીકળી પડ્યા.
નાનો ભાઈ પહેલા પહોંચ્યો. ઘરની બહાર કેટલાક લોકો વાત કરતાં હતાં:
“સારું થયું, ગામ પરની પીડા ટળી.”
નાના ભાઈએ એ સાંભળ્યું. તે અંદર ગયો અને કાકીને કહ્યું:
“કાકી, સારું થયું. ગામ પરની પીડા ટળી.”
આ સાંભળીને મરેલા સગાના છોકરાઓને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે નાના ભાઈને સારી રીતે ધોઈ નાખ્યો અને બહાર કાઢી નાખ્યો.

થોડી વારમાં મોટો ભાઈ ત્યાં આવ્યો. તેને આખી ઘટના સમજાઈ ગઈ. તેણે ગુસ્સે ભરાયેલા છોકરાઓને કહ્યું:
“મારો નાનો ભાઈ મૂર્ખ છે. આગળથી જો તમારા ઘરમાં કોઈ મરે, તો સાન્ત્વન કરવા તેને નહીં મોકલું — હું પોતે  એકલોજ આવીશ.”
આ સાંભળતાં જ મરેલા માણસનાં બચ્ચાને વધું ગુસ્સો આવ્યો. તેમણે મોટા ભાઈને પણ માર મારીને હંકાળી દીધો.

બચાવ:
એક વાર એક ખેડૂતે પોતાના પાડોશી પાસેથી એક માટલું ઉછીનું લીધું. માટલું ઘરે લાવ્યા પછી તેના પર એક બિલાડી કૂદી પડી અને માટલાને તડો પડી ગયો.
પાડોશીએ આ બાબતે ગામના ન્યાયાધીશ પાસે ફરિયાદ કરી.
ખેડૂત ગભરાઈ ગયો. સલાહ લેવા માટે તે એક વકીલ પાસે ગયો.
વકીલે પૂછ્યું:
“તમે માટલું લેતા વખતે કોઈ સાક્ષી હાજર હતો?”
ખેડૂતે ના પાડી.
વકીલ બોલ્યો:
“ખૂબ સારું. તમે ત્રણ રીતે તમારો બચાવ કરી શકો છો.”
પછી વકીલે તેને બચાવના ત્રણ રસ્તા સમજાવ્યા.
ન્યાયનો દિવસ આવ્યો. ન્યાયાધીશે ખેડૂત પરનો આરોપ વાંચ્યો અને પૂછ્યું:
“તમને તમારા બચાવમાં શું કહેવું છે?”
ખેડૂતે કહ્યું:
“હા, ન્યાયાધીશ મહારાજ.
એક — મેં માટલું પરત આપ્યું ત્યારે તે સચોટ હતું.
બે — મેં માટલું લીધું ત્યારે જ તેને તડો હતો.
ત્રણ — મેં માટલું લીધું જ નહોતું.”
ન્યાયાધીશે  સાંભળી લીધું અને ખેડૂતને દંડ કર્યો.
ખેડૂત બડબડતો બહાર નીકળ્યો:
“આ વકીલ ઠગ છે! લોકો પાસેથી પૈસા લઈને છેતરે છે!”

શ્રેષ્ઠ કોણ — સૂરજ કે ચાંદ?
એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેના છોકરાએ એક દિવસ પોતાની માને પ્રશ્ન પૂછ્યો:
“મા, મારા અભ્યાસમાં પ્રશ્ન છે — શ્રેષ્ઠ કોણ, સૂરજ કે ચાંદ? તમે મને કહેશો?”
માએ કહ્યું:
“બેટા, અભ્યાસની શંકા પિતાજીને પૂછ. તારી મા એટલી શીખેલી નથી.”
સાંજે ખેડૂત ઘરે આવ્યા પછી છોકરાએ એ જ પ્રશ્ન પિતાજીને પૂછ્યો.
ખેડૂત બોલ્યો:
“અમારા સમયમાં અભ્યાસમાં આવા મુશ્કેલ પ્રશ્નો પૂછાતા નહોતા. પણ આપણા ગામના મુખિયા બહુ હોશિયાર છે. હું તેમને પૂછીને તને કહું.”
ખેડૂત મુખિયા પાસે ગયો અને એ જ પ્રશ્ન પૂછ્યો.
મુખિયા થોડા વિચારમાં પડ્યા. તેમણે કહ્યું:
“પ્રશ્ન સામાન્ય નથી, પણ હું બે દિવસમાં જવાબ આપીશ.”
બે દિવસ પછી ખેડૂત ફરી મુખિયા પાસે ગયો.
મુખિયાએ કહ્યું:
“મારા ખ્યાલથી ચાંદ શ્રેષ્ઠ છે. કારણ કે દિવસે તો આપણે જોઈ શકીએ છીએ. એ સમયે પ્રકાશ આપવો કોઈ મોટું કામ નથી. પરંતુ રાત્રે અંધારું હોય છે અને આપણને પ્રકાશની જરૂર પડે છે. ત્યારે ચાંદ આપણને પ્રકાશ આપે છે. તેથી ચાંદ શ્રેષ્ઠ છે.”
ગોપાળરાવનો બસ પ્રવાસ:
એક વાર ગોપાળરાવ બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. સાંજનો સમય હતો અને મુસાફરી રાત્રિભરની હતી. થોડું આગળ જઈને આગામી બસ સ્ટોપ પર બગલમાં ગાંઠિયો દબાવીને એક ડોશીમા બસમાં ચઢ્યાં અને ગોપાળરાવની બાજુમાં બેસ્યાં.
રાત થઈ. ડોશીમાએ ગોપાળરાવને કહ્યું:
“બેટા, તું મને આણંદ આવે ત્યારે ઉઠાવજે?”
“હા ડોશીમા, ચોક્કસ ઉઠાવીશ. તમે નિરાંતે સુઈ જાઓ,” ગોપાળરાવે જવાબ આપ્યો.
“તું બહુ સારો છોકરો છે. ઈશ્વર તને હંમેશા સુખી રાખે,” એમ કહીને ડોશીમા ઊંઘી ગયા.
થોડા સમય પછી ગોપાળરાવને પણ ઊંઘ આવી ગઈ અને તે પણ સૂઈ ગયા.
સવાર થઈ ત્યારે ગોપાળરાવની ઊંઘ ખુલ્યાં. ડોશીમા હજુ ઊંઘમાં હતા. ગોપાળરાવ કંડક્ટર પાસે જઈને પૂછે છે:
“ભાઈ, હવે આણંદ આવવામાં કેટલો સમય છે?”
કંડક્ટરે કહ્યું:
“સાહેબ, આણંદ તો ત્રણ કલાક પહેલાં જ નીકળી ગયું! શું તમને ત્યાં ઉતરવાનું હતું?”
આ સાંભળતાં જ ગોપાળરાવના હાથ-પગ ઠંડા પડી ગયા. તેમણે ગભરાઈને કહ્યું:
“ભાઈ, કંઈ પણ કરો, પણ બસ ફરીથી આણંદ લઈ જાવો.”
કંડક્ટર ગુસ્સે બોલ્યો:
“શું વાત કરો છો સાહેબ! બસ મોડી પહોંચશે, લોકો ફરિયાદ કરશે. મારી નોકરી જોખમમાં મૂકી દઉં?”
ગોપાળરાવે વિનંતી કરી:
“ભાઈ, આ મારા જીવન-મરણનો પ્રશ્ન છે. મારો ઉપકાર કરો.”
કંડક્ટરે કહ્યું:
“ડ્રાઇવરને પૂછીને કહું.”
થોડી વારમાં કંડક્ટર પાછો આવ્યો અને બોલ્યો:
“ઠીક છે. તમે અમને બંનેને દસ હજાર રૂપિયા આપો, તો અમે જોખમ લેવા તૈયાર છીએ.”
ગોપાળરાવે ખિસ્સામાંથી પૈસા ભેગા કરીને દસ હજાર રૂપિયા આપ્યા.
“તમારો ઉપકાર હું જીવનભર ભૂલી શકીશ નહીં,” એમ કહીને તેઓ પોતાની સીટ પર આવીને બેસી ગયા. ડોશીમા હજુ નસકોરાં બોલાવતા હતા.
થોડી વારમાં બસ ફરીથી આણંદ પહોંચી. ગોપાળરાવે પ્રેમથી ડોશીમાને જગાડ્યા:
“ડોશીમા, ઉઠો, આણંદ આવી ગયું.”
ડોશીમા આંખો ચોળીને જાગ્યા, બારી બહાર જોયું. પછી પોતાની ગાંઠિયાંમાંથી નાનું વાસણ કાઢ્યું, એક ઘૂંટ પાણી પીધું, વાસણ પાછું મૂક્યું અને ફરીથી સૂવા લાગ્યા.
ગોપાળરાવ આશ્ચર્યથી પૂછે છે:
“ડોશીમા, તમને ઉતરવાનું નથી?”
ડોશીમા બોલ્યા:
“ના બેટા, મારે તો ફક્ત  પાણી પીવું હતું.  તું બહુ સારો છોકરો છે. ઈશ્વર તને સુખી રાખે. હવે મને મહેમદાવાદ આવ્યા પછી ઉઠાવ,'
અને તેઓ ફરીથી સૂઈ ગયા.




Monday, February 9, 2026

સઙ્કીર્ણ વિચાર

મુંબઇની ચાની મજા:
મુંબઈની ચા વિશે હજી એક વાત કહું.
જો તમે મુંબઈમાં રહ્યા હશો, તો તમે પણ આ અનુભવ કર્યો હશે.
તમે મુંબઈની ઓફિસમાં બેઠા બેઠા ચા ઓર્ડર કરો છો, અને એક છોકરો સ્ટીલના સ્ટેન્ડમાં ગ્લાસો ગોઠવીને ચા લાવે છે.
મને ગ્લાસમાં ચા પીવાનું એટલું ગમે છે કે રજાના દિવસોમાં પણ ક્યારેક બપોરે આરામખુરશીમાં બેસીને હું ગ્લાસમાં ચા પીઉં છું અને મુંબઈના ઓફિસના દિવસોની યાદ તાજી કરું છું.

મોરારજી દેસાઈ:
મોરારજી દેસાઈ એક સાચા ગાંધીવાદી કાર્યકર્તા હતા. હું તો એમ માનું છું કે તેઓ છેલ્લાં ગાંધીવાદી કાર્યકર્તા હતા, કારણ કે તેમના પછી નામ લેવા જેવો બીજો કોઈ ગાંધીવાદી કાર્યકર્તા થયો જ નથી.
મોરારજી દેસાઈ બોમ્બે રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. જનતા પક્ષની સરકાર સત્તામાં આવ્યા પછી તેઓ દેશના વડા પ્રધાન બન્યા.
તેમના કઠોર નિર્ણયો કારણે તેમને ક્યારેય વિશેષ લોકપ્રિયતા મળી નહીં, પરંતુ તેમની સાદી જીવનશૈલી અને પ્રામાણિકતા અંગે કોઈને શંકા નથી.

આર્ટિફિશલ જ્વેલરી:
જે કોઈએ આર્ટિફિશિયલ જ્વેલરી અને આર્ટિફિશિયલ દાગીનાઓની શોધ કરી, તેણે પતિજાતિ પર બહુ મોટો ઉપકાર કર્યો છે—એવું મારું પ્રામાણિક મત છે. સાચી જ્વેલરી અને સાચા દાગીના બહુ મોંઘા હોય છે અને તેમને વારંવાર ખરીદવા શક્ય નથી.
મહિલાઓને તો દરેક પ્રસંગે અને દરેક પોશાક સાથે મેળ ખાતી જ્વેલરી અને દાગીનાઓ જોઈએ—આ જરૂરિયાત આર્ટિફિશિયલ જ્વેલરી અને દાગીનાઓ સુંદર રીતે પૂરી કરે છે. તે આકર્ષક દેખાય છે અને બહુ સસ્તી પણ હોય છે.
એટલે જ હું કહું છું કે બધા પતિઓએ આર્ટિફિશિયલ જ્વેલરી અને દાગીનાઓની કલ્પના કરનાર ડિઝાઇનરને શોધીને તેનો સન્માન કરવો જોઈએ.

પાપી માણસને સજા કરવાનો અધિકાર:
એક વખત ઈસુએ એક દૃશ્ય જોયું. કેટલાક લોકો એક મહિલાને પથ્થર મારવા તૈયાર હતા. લોકોએ કહ્યું કે તે પાપી સ્ત્રી છે અને તેને પથ્થર મારીને મારી નાખવાનો નિર્ણય લેવાયો છે.
ઈસુએ કહ્યું,
“તમે નિશ્ચિતપણે આ નિર્ણયની અમલવારી કરો, પરંતુ જે વ્યક્તિએ પોતાના જીવનમાં ક્યારેય પાપ કર્યું ન હોય, તેને જ પાપી માણસને સજા કરવાનો અધિકાર છે — એવો શાસ્ત્રનો ઉપદેશ છે.”
આ સાંભળીને દરેક માણસ વિચારમાં પડી ગયો. કોઈને યાદ આવ્યું કે તેણે બાળપણમાં પોતાના પિતાને જુઠું બોલ્યું હતું, કોઈને યાદ આવ્યું કે તેણે એક વખત ચોરી કરી હતી. આ રીતે વિચારતા વિચારતા એક પછી એક માણસ ત્યાંથી જતા રહ્યા અને અંતે ત્યાં કોઈ જ ન રહ્યું.
ત્યારે ઈસુએ તે મહિલાને ઉપદેશના ચાર શબ્દો કહીને વિદાય આપી. ઈસુના અશ્રુભર્યા નેત્રોનો આભાર માનીને તે મહિલા ત્યાંથી નીકળી ગઈ.

પુણેમાં અઢારમી સદીમાં પેશવાઈની રાજવટ બહુ પ્રસિદ્ધ હતી. તે સમયે નાનાસાહેબ પેશવા હતા. પેશવાના દરબારમાં નાના ફડણવીસ નામના હોશિયાર મુત્સદ્દી હતા.

નાના ફડણવીસની ચતુરાઈ:

એક દિવસ પેશવાના દરબારમાં એક પંડિત આવ્યો. તે ચાર-પાંચ ભાષાઓ અસ્ખલિત રીતે બોલતો હતો. તેણે દરબારને પડકાર આપ્યો કે જો તમારા દરબારમાં ખરેખર હોશિયાર લોકો હોય, તો મારી માતૃભાષા ઓળખી બતાવો.

પેશવાએ આ કામ નાના ફડણવીસને સોંપ્યું. નાના ફડણવીસે પંડિતને કહ્યું, “તમે બહુ દૂરથી આવ્યા છો, એટલે થાકી ગયા હશો. આજે અહીં આરામ કરો અને કાલે ફરી દરબારમાં આવો.”

નાના ફડણવીસે તેની રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી. પંડિતે ભોજન લીધું અને બપોરે ઊંઘી ગયો. એ સમયે નાના ફડણવીસ ચુપચાપ પંડિતના ઓરડામાં આવ્યા અને તેના મોઢા પર થોડું ઠંડું પાણી છાંટ્યું. પંડિત અચાનક જાગી ગયો અને બોલ્યો, “શું છે?”
આ સાંભળીને નાના ફડણવીસ શાંતિથી ત્યાંથી નીકળી ગયા.

બીજા દિવસે દરબારમાં નાના ફડણવીસે જાહેર કર્યું કે પંડિતની માતૃભાષા ગુજરાતી છે. પંડિત આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું કે તમે આ કેવી રીતે ઓળખ્યું?

નાના ફડણવીસે કહ્યું, “ગઈ કાલે બપોરે જ્યારે તમે ઊંઘમાં હતા, ત્યારે મેં તમારા પર પાણી છાંટ્યું. તમે અચાનક જાગીને ‘શું છે?’ એવું કહ્યું. માણસ કેટલીય ભાષાઓમાં નિષ્ણાત હોય, છતાં ઊંઘમાંથી ચમકી ઊઠે ત્યારે તે પોતાની માતૃભાષામાં જ બોલે છે.”

પંડિતે નાના ફડણવીસની ચતુરાઈની ખૂબ પ્રશંસા કરી. પેશવાએ પણ તેમને શાબાશી આપી અને કહ્યું, “તમે આપણા દરબારની લાજ રાખી.”

महाराजांचा प्रसाद न घेता गेल्याने भाऊ राजाराम कवर रस्ता चुकतो

(श्री गजानन विजय 
अध्याय २० 
ओवी १११ ते १४३)

श्री गजानन विजय ग्रंथातील ही कथा महाराजांच्या भक्तांना महाराजांच्या समाधीनंतर आलेल्या अनुभवाची आहे. 

महाराजांचे  एक भक्त  भाऊ राजाराम कवर हे खामगावमध्ये डॉक्टर होते. त्यांची  तेल्हाऱ्याला बदली झाली म्हणून ते जाण्यापूर्वी  सहकुटुंब  शेगावी मठात श्रींचे दर्शन घेण्यासाठी आले.

वेळ  संध्याकाळची होती.  त्या वेळी  मठाधिपती असणाऱ्या  बाळाभाऊंनी  कवरांना विनंती केली की मठात आला आहात तर प्रसाद घेऊन जा.  शिवाय  आज व्यतिपात (= ज्योतिषशास्त्रानुसार एक अशुभ योग) आहे.  परंतु जरुरीचे काम असल्याने कवर  गाडीवानास दमणी (=घोडागाडी)  जुंपण्यास सांगून  तेल्हाऱ्याला जाण्यास  निघाले. 

खूप वेळ गाडी चालवल्यानंतर  गाडी एका अज्ञात ठिकाणी येऊन पोहचली. कवर  गाडीतून उतरून पाहतात तर या ठिकाणाचा काहीच पत्ता लागत नाही . तेथे  समोर एक तलाव  दिसत होता.  

कवर  चिडून गाडीवानाला म्हणाले, ' तू हे कुठे आणलेस?' 

गाडीवान हात जोडून सांगू लागला की,'  मी तर नेहमीच्या रस्त्याने आलो.' 

अंधार पडू लागला होता.   कवर स्तब्ध झाले आणि त्यांच्या डोक्यात प्रकाश पडला की हे समर्थांचे कृत्य आहे. ते म्हणाले , ' तलावाच्या दुसऱ्या बाजूला      घागरमाळांचा (= बैलांच्या गळ्यांत बांधण्यात येणाऱ्या घंटांचा )  आवाज येतो आहे. त्या आवाजाच्या रोखाने गाडी ने.' 

गाडीवानाने  गाडी आवाजाच्या रोखाने  नेली  आणि गाडी   शेगावला  आली. कवर ती रात्र शेगावात राहिले आणि  सकाळी पुन्हा मठात आले.

बाळाभाऊ म्हणाले , 'पहा, महाराजांनी तुम्हाला व्यतिपाताच्या दिवशी जाऊ दिले नाही.'

कवरांनी त्या दिवशी प्रसाद घेतला आणि दुसऱ्या दिवशी ते तेल्हाऱ्याला गेले.

घागरमाळा : येथील घागरमाळा या शब्दाचा अर्थ गजानन विजय पोथीचे नित्य वाचन करणारी माझी बहीण शामला हिने सांगितला आहे.

व्यतिपात योग : व्यतिपात योग  तेव्हा होतो जेव्हा सूर्य व चंद्र यांच्या गतीचा विशिष्ट कोनीय संबंध (योग) बनतो. हा योग पंचांगात अमंगल मानला जातो.

© Dr Hemant Junnarkar
All rights reserved

Friday, January 30, 2026

ચા વિશે રસપ્રદ માહિતી


કેટલાક વિશિષ્ટ કારણોસર ચા ન પીનારા લોકોને છોડીને, લગભગ બધાંના જીવનમાં ચા એક આવશ્યક ભાગ બની ગઈ છે. પરંતુ આ ચા વિશે ખરેખર કેટલાં લોકો જાણે છે? ચા વિષેની આવીજ બહુ રસપ્રદ માંહિતી શ્રી પારિતોષ તિરોડકર તેમના પુસ્તક 'ChaiGPT – Gossip. Pause. Tea' માં માંડે      છે.

ChaiGPT જેવા AI આધારિત ટૂલનું નામ આપીને લેખક શરૂઆતમાં જ પુસ્તક વિશે વાચકની ઉત્સુકતા જગાવે છે અને તેને પુસ્તક વાંચવા પ્રેરિત કરે છે. ત્યારબાદ ચા વિશેની માહિતી એટલી રસપ્રદ અને શૈલીમાં રજૂ કરે છે કે પુસ્તક પૂરું વાંચ્યા વિના વાચક તેને બાજુએ રાખી શકતો નથી.

ચાનો ઇતિહાસ:
ચાને આશરે ૫૦૦૦ વર્ષોનો ઇતિહાસ છે. પરંતુ ભારતમાં ચાને લોકપ્રિય બનાવવાનો શ્રેય બ્રિટિશોને જાય છે. બ્રિટિશ રાજવટ દરમિયાન ૧૯મી સદીમાં ચા ભારતમાં આવી અને વ્યાપક રીતે પ્રચલિત થઈ.

ચાના પ્રકારો: 
ચાના અસંખ્ય પ્રકારો છે. મસાલા ચા, અદ્રકની ચા, ઇલાયચીની ચા — આ તેના કેટલાક ઉદાહરણો છે. ચા દૂધ નાખીને પણ અને દૂધ વગર પણ લોકોને પસંદ પડે છે. સુલેમાની ચામાં દૂધ નાખવામાં આવતું નથી, અને તેમાં લીમડો, પુદીનાં પાન અને કેટલાક મસાલા ઉમેરવામાં આવે છે.

ચાના પ્રાદેશિક પ્રકારો
વિવિધ પ્રદેશોમાં  ચાના  વિવિધ લોકપ્રિય પ્રકારો જોવા મળે છે. મુંબઈની કટિંગ ચા, હૈદરાબાદની ઇરાણી ચા અને કાશ્મીરની નૂન ચા — એમના સ્વાદ તે તે પ્રદેશોમાં ગયા પછી અવશ્ય ચાખવા જેવા છે.

ચા અને ભારત:
ભારતમાં દરરોજ લાખો કપ ચા પીવામાં આવે છે. ભારતમાં એવા ઘણા લોકો છે જેમણે ચાના વ્યવસાયથી શરૂઆત કરી અને પછી સફળ કારકિર્દી બનાવી. તેમાં ખાસ કરીને ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરવામાં આવે છે.

Thursday, January 29, 2026

चहाविषयी रंजक माहिती

काही विशिष्ट कारणांनी चहा न घेणारे लोक सोडले तर चहा बहुतेक सर्वांच्या जीवनाचा आवश्यक भाग झाला आहे. पण या चहाविषयी माहिती आपल्यापैकी किती जणांना आहे? या चहाविषयी रंजक माहिती श्री. पारितोष तिरोडकर त्यांच्या ChaiGPT - Gossip. Pause. Tea या पुस्तकात सांगत आहेत.

ChatGPT या AI आधारित tool चे नाव देऊन  लेखक आधी आपली उत्सुकता वाढवतात, पुस्तक वाचण्यास प्रवृत्त करतात आणि मग चहा विषयी माहिती अशा शैलीत सांगतात की पुस्तक पूर्ण  वाचल्याशिवाय खाली ठेवून शकत नाही .        
चहाचा इतिहास:
चहाला सुमारे ५००० वर्षांचा इतिहास आहे. पण भारतात चहा लोकप्रिय करण्याचे श्रेय ब्रिटिशांकडे जाते. ब्रिटिश राजवटीत १९ व्या शतकात चहा भारतात आला आणि रुजला.

चहाचे प्रकार:
चहाचे असंख्य प्रकार आहेत. मसाला चहा, आल्याचा चहा, वेलचीचा चहा ही त्याची काही उदाहरणे. चहा दूध घालून आणि दुधाशिवायही लोकांच्या पसंतीला उतरतो. सुलेमानी चहात दूध घालत नाही आणि त्यात लिंबू, पुदिना आणि काही मसाले घालतात.

चहाचे प्रादेशिक प्रकार:
चहाचे विविध प्रदेशांत लोकप्रिय असे प्रकार आहेत. मुंबईमधील कटिंग चहा, हैदराबादचा इराणी चहा, काश्मीरचा नून चहा यांचा स्वाद त्या त्या प्रदेशात गेल्यावर आवर्जून घेण्यासारखे आहेत.

चहा आणि आयुर्वेद:
आयुर्वेदाने मनुष्याच्या प्रकृतीचे  कफ, वात आणि पित्त असे तीन घटक मानले असून आणि आरोग्याच्या समस्या या घटकांतील असंतुलनामुळे होते असे प्रतिपादन केले आहे. या तिन्ही दोषांवर वेगवेगळ्या प्रकारे बनवलेला चहा उपयुक्त आहे.

चहा आणि भारत:
भारतात दिवसाला लक्षावधी कप चहा प्यायला जातो. भारतात ज्यांनी चहा व्यवसायाने सुरुवात करून पुढे आपली यशस्वी कारकीर्द घडवली असे बरेच लोक आहेत. यांमध्ये भारताचे सध्याचे पंतप्रधान श्री. नरेंद्र मोदींचा आवर्जून उल्लेख केला जातो.

चहाचा विश्वविजय:
चहाची जागतिक उलाढाल २०० बिलियन डॉलर्स आहे. उत्तर अमेरिकेत चाय लाटे लोकप्रिय आहे. कॅनडामध्ये सुपर मार्केट्मसध्ये चहाचे निरनिराळे इन्फ्युजन्स विक्रीसाठी ठेवलेले असतात. यू के मध्ये चहाला प्रतिष्ठेचे स्थान आहे. अशा प्रकारे चहाने सारे विश्व व्यापले आहे.

लेखक निरनिराळ्या चहाच्या कृतीसुद्धा सांगतात आणि आपल्या जीवनातील भावनिक प्रसंग, राजकारणी लोकांच्या राजकीय बैठकी चहाशी कशा निगडित आहेत , त्यांचे वर्णन करतात. 

५५ पानांचे हे चिमुकले पुस्तक आपल्या आवडत्या पेयाविषयी, चहाविषयी अशी रंजक माहिती देते. तेव्हा पुस्तक जरुर वाचा आणि चहाविषयी आपल्या आठवणींमध्ये रमून जा. 
पुस्तक अमेझॉनवर उपलब्ध आहे.

लेखकाविषयी:

                  श्री. पारितोष तिरोडकर 

या पुस्तकाचे लेखक श्री. पारितोष तिरोडकर यांनी ऑस्ट्रेलियामधून फायनान्समध्ये मास्टर्स डिग्री घेतली आहे.  

श्री. तिरोडकर यांना कॅनडा, ऑस्ट्रेलिया, यू के आणि भारत या देशांमध्ये  फायनान्स आणि ऑडिट या क्षेत्रांमध्ये काम करण्याचा १२ वर्षांहून अधिक काळाचा अनुभव आहे.श्री. तिरोडकर यांनी टीडी बँक, रॉयल बँक ऑफ कॅनडा, यूबीएस, ड्यूश बँक आणि मॉर्गन स्टॅनली अशा नामांकित संस्थांसोबत काम केले आहे. 

डिस्क्लेमर: 

श्री. पारितोष तिरोडकर  यांनी लिहिलेल्या ChaiGPT -Gossip, Pause, Tea या पुस्तकावर लिहिलेली ही ब्लॉग पोस्ट  आहे. ब्लॉगचा लेखक  पुस्तकावर कोणत्याही प्रकारच्या कॉपीराइटचा दावा करत नाही. कॉपीराइट लेखक/प्रकाशकाकडे आहे. पुस्तकातील संदर्भ आणि त्यातील आशयाची चर्चा केवळ शिक्षण आणि मनोरंजनासाठी आहे. 

-Blog post by Dr Hemant Junnarkar 
Blog post © Dr Hemant Junnarkar,
All rights reserved 





Monday, January 5, 2026

कॅटरॅक्ट डॅम, सिडनी (Cataract dam, Sydney) ची सफर

कॅटरॅक्ट डॅम — कुठे आहे
Cataract Dam हे धरण न्यू साउथ वेल्स (NSW),  या ऑस्ट्रेलियाच्या राज्यामध्ये Cataract (पूर्वी Appin) या भागात स्थित आहे. हे धरण सिडनी शहरापासून सुमारे ८४ किमी दक्षिणेला आहे. 

📜 डॅमचा इतिहास
कॅटरॅक्ट (Cataract) हा सिडनीच्या पाणी पुरवठा योजनेतील सर्वांत जुना आणि सौंदर्यदृष्ट्या आकर्षक डॅम आहे. याचे बांधकाम १९०२ मध्ये सुरू झाले आणि १९०७ मध्ये पूर्ण झाले.  सिडनीच्या वाढत्या पाण्याच्या मागण्या पूर्ण करण्यासाठी Upper Nepean Scheme ही योजना सुरु झाली. हा डॅम या योजनेमधील  पहिला डॅम होता.  

या डॅममधून मुख्यतः सिडनी मेट्रो भाग व Macarthur आणि Illawarra या प्रांतांना पाणीपुरवठा होतो. शिवाय पुरवठा व टंचाईच्या  काळात डॅमचा बफर म्हणून उपयोग होतो. 

सिडनी प्रणालीमध्ये Warragamba Dam हा क्षमतेने सर्वांत मोठा असून, Cataract Dam हा Upper Nepean Scheme मधील तुलनेने लहान पण ऐतिहासिकदृष्ट्या अत्यंत महत्त्वाचा घटक आहे.

📏 फिजिकल माहिती:
हा डॅम  कॅटरॅक्ट (Cataract) नदीवर बांधलेला असून कॅटरॅक्ट नदी पुढे नेपिअन (Nepean) नदीमध्ये विलीन होते.

हा डॅम ग्रॅव्हिटी (gravity) प्रकारचा डॅम (सिंचनासाठी) असून याची उंची ५६ मीटर असून लांबी २४७ मीटर आहे. या डॅमची साठा क्षमता ९४,३०० मेगॅलिटर ( सुमारे ९४ अब्ज लिटर) इतकी आहे. धरणातील पाण्याचे पृष्ठभाग क्षेत्र ८५० हेक्टर आहे.

आमची कॅटरॅक्ट डॅमची सफर

तारीख: ३/१/२०२६ (शनिवार)
मी, माझी पत्नी वर्षा, संजय कुलकर्णी, पत्नी वर्षा, संजयचे चिरंजीव वरुण, संजयची मुलगी सुप्रिया, सुप्रियाचे पती नीरज, सुरेश मगर, त्यांच्या पत्नी सुचित्राताई, माझा मावसभाऊ सुशील, त्याची पत्नी व माझी भावजय माधवी,  अशी आम्ही सर्वांनी ही सफर केली.

सकाळी अकरापर्यंत आम्ही सारे आपापल्या ठिकाणांहून गाड्या घेऊन निघालो. तासाभराच्या प्रवासानंतर आम्ही कॅटरॅक्ट डॅमला पोहचलो. गाड्या पार्क केल्यानंतर आम्ही थोडा फराळ केला आणि डॅमला चालत जाण्यास निघालो. परंतु सुरुवातीलाच एक मनुष्य भेटला आणि त्याने सांगितले की वाटेत एक साप निघाला आहे. तेव्हा तुम्ही चालत जाऊ नका. त्यामुळे आम्ही गाड्या घेऊनच डॅमपर्यंत निघालो.

कॅटरॅक्ट डॅमवरील ही भव्य दगडी कमान केवळ सौंदर्यासाठी नसून, डॅमच्या पाणी-नियंत्रण यंत्रणेचा भाग असलेल्या Valve House ची रचना आहे. २० व्या शतकाच्या सुरुवातीच्या काळात बांधलेल्या या इमारतीत कमानीचा वापर भार सुरक्षितपणे पेलण्यासाठी तसेच दीर्घकालीन टिकाऊपणासाठी करण्यात आला. मजबूत दगड, अर्धगोल कमान आणि व्हिक्टोरियन शैलीतील छत यांमुळे ही रचना आजही अभियांत्रिकी आणि वास्तुकलेचा सुंदर संगम दर्शवते.
कॅटरॅक्ट डॅमवरील हे माहिती फलक केवळ मार्गदर्शनासाठी नसून, २० व्या शतकाच्या सुरुवातीच्या  सिडनीच्या पाणीपुरवठा व्यवस्थेचे ऐतिहासिक दस्तऐवज आहेत. एका फलकावर डॅमची तांत्रिक माहिती दिली आहे, तर दुसऱ्या फलकावर संपूर्ण Sydney Water Supply System चा नकाशा दाखवण्यात आला आहे. आजच्या डिजिटल युगातील माहितीफलकांचे हे दगडी पूर्वज मानता येतील.

Cataract dam-whereabouts
(Map created using AI (illustrative purpose only)

पत्ता:
Baden Powell Drive, Appin NSW 2560, Australia 

🚗 ३) कसे जावे
📌 सिडनी ➜ Cataract Dam
सिडनीपासून Hume Highway (M31) ने दक्षिणेला चला. 
त्यानंतर Campbelltown exit घ्या आणि Appin Road वर पुढे चला. 
Appin पर्यंत आल्यानंतर Bulli-Wollongong Road ने डावे वळा आणि तेथून डॅमच्या दिशेने वाट डावीकडे मिळेल (signposted). 
🚗 सुमारे १.५ ते २ तासांचा ड्राईव्ह सिडनीपासून.
©Dr Hemant Junnarkar
All rights reserved







China Trip

  DAY 1 - Australia (or New Zealand) – Beijing, China May 22 Australia (or New Zealand) – Beijing, China Today, you'll depart to Beijing...